ઉત્તરવહી ચેકિંગમાં ભૂલ બદલ શિક્ષકો પાસેથી ૯ લાખથી વધુ દંડ વસૂલાયો

મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (11:40 IST)
ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિ.પ્ર.ની બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહી ચેકિંગમાં ભૂલ કરનારા શિક્ષકોની રૃબરૃ સુનાવણી પ્રક્રિયા પુરી કરવામા આવી છે.આ શિક્ષકો પાસેથી દસ લાખ જેટલો દંડ વસૂલાયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં લેવાતી ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા બાદ શિક્ષકો પાસે ઉત્તરવહીઓનું ચેકિંગ કરાવાય છે અને જમાં ઉત્તરવહીઓમાં ચેકિંગ દરમિયાન જો શિક્ષક સરવાળો કરવામા કે પ્રશ્ન ચેક કર્યા વગરનો છોડી દેવામા ભૂલો કરે તો તેને દંડ કરવામા આવે છે. આ વર્ષે ધો.૧૨ સાયન્સ અને સામાન્ય  પ્રવાહમાં એક હજારથી વધુ શિક્ષકોને દંડ કરાયો છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૬૬ જેટલા શિક્ષકોને બોર્ડ દ્વારા રૃબરૃ  ખુલાસા માટે બોલાવાયા હતા.જેઓ પાસેથી ૫ લાખથી વધુ દંડ વસૂલાયો છે. 
જ્યારે ધો.૧૨ સાયન્સમાં ૫૮૪ શિક્ષકોને રૃબરૃ બોલાવવામા આવ્યા હતા અને તેમની પાસેથી ૪.૫ લાખ જેટલો દંડ વસૂલાયો છે.આમ ૯ લાખથી વધુનો દંડ  બોર્ડે શિક્ષકો પાસેથી ભૂલ કરવા બદલ વસૂલ્યો છે.જ્યારે સામાન્ય પ્રવાહના એક શિક્ષકને સૌથી વધુ ભૂલો કરવા બદલ ૯ હજારથી વધુનો દંડ કર્યો હતો. સામાન્ય પ્રવાહમાં એક  ભૂલ  બદલ શિક્ષકને ૫૦ રૃપિયાનો અને સાયન્સમાં એક ભૂલ શિક્ષકને ૧૦૦ રૃપિયાનો દંડ કરાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર