એક મહિના માટે શનિ-રવિ પાનના ગલ્લા રહેશે બંધ, બંધાણીઓએ દોડ મૂકી

શુક્રવાર, 9 એપ્રિલ 2021 (19:50 IST)
રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની લીધે સ્થિતિ ગંભીર બનતી જાય છે. જેને પગલાં રાજ્યમાં કેટલાક ગામડાંઓમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોક્ડાઉન રાજ્યમાં લોકડાઉનની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. શું લોકડાઉન થશે કે નહી તે મોટો પ્રશ્ન છે. લોકડાઉનને લઇને સૌથી વધુ ચિંતા વ્યસની અને તમાકુના બંધાણીઓમાં જોવા મળી રહી છે. ગત વર્ષે લોક્ડાઉનમાં ઉંચા ભાવે તમાકુ અને સિગરેટ ખરીદી કરી હતી તો ઘણા લોકોએ વ્યસન છોડી દીધા હતા. 
 
ત્યાર તાજેતરમાં ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે. તેથી પાન મસાલાનાં ગલ્લાઓ આવતી કાલથી દર શનિ-રવિ પાનનાં ગલ્લાઓ બંધ રહેશે. 
 
જેના કારણે હવે આ નિર્ણયથી પાન મસાલાના બંધાણીઓમાં ભાગદોડ મચી ગઇ છે. કારણ કે બે દિવસ ગલ્લા બંધ રહેવાનાં છે ત્યારે લોકો સ્ટોક કરવા માટે પાનના ગલ્લા તરફ દોટ મુકી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર