મારા માતાને બે પગે અને જમણા હાથે ફ્રેક્ચર હતું અને “ઓક્સિજનનું લેવલ 65” એ પહોંચી ગયું હતું. સ્થિતિ ગંભીર હતી. વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. પણ હવે તેમની સ્થિતિ સારી છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ મારી માતાને પોતાની માતાની જેમ સાચવ્યા. આ શબ્દો છે.. રમીલાબેન ઠક્કર નામના દર્દીના પુત્ર અજયભાઈ ઠક્કરના.
અજયભાઈ ઠક્કર સિવિલ હોસ્પિટલની મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં પોતાની માતા રમીલાબેન ઠક્કરને કોરોના સારવાર માટે દાખલ કર્યા બાદ નો અનુભવ પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે, સરકાર શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. સિવિલ હોસ્પિટલમાં મારી માતાને શ્રેષ્ઠ સારવાર મળી અને જે સુવિધાઓ આપી તેનાથી મને સંતોષ છે.સિવિલના તબીબો દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવીને પારકાને પોતાના સમજી સારવાર કરવામાં આવી રહી છે.