અસુદ્દીન ઔવેસી લેશે ગુજરાતની મુલાકાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બનશે રસપ્રદ

શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (08:47 IST)
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ શરૂ થયો ગયો છે. ભાજપ કોંગ્રેસ સહિત ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી અસુદ્દીન ઔવેસી AIMIMની પાર્ટીની એન્ટ્રી થઈ છે. પાર્ટી એન્ટ્રી થતાં AIMIM ના ચીફ અસુદ્દીન ઔવેસી આગામી 4 ફેબ્રુઆરીએ ગુજરાતની એકદિવસીય મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ, ભરૂચ સહિતના સ્થળોની મુલાકાત લઈ શકે છે. 
 
AIMIM ગુજરાતના ફેસબુક પેજ પર અસુદ્દીન ઔવેસીની ગુજરાત મુલાકાતની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં અસુદ્દીન ઔવેસીની જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી AIMIM પાર્ટી છોટુ વસાવાની BTP સાથે મળીને લડી રહી છે. 
 
તો આ તરફ AIMIM ની એન્ટ્રી સાથે જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મોડાસામાં 50 જેટલા કાર્યકરોએ કોંગેસનો હાથ છોડીને AIMIM માં  જોડાયા છે. આગામી સમયમાં મોડાસામાં કોંગ્રેસના 450થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. 
 
રસપ્રદ વાત એ છે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમે પાર્ટી અને AIMIM પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી છે. એવામાં આ વખતે ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બની જશે. 
 
ગુજરાતમાં આગામી મહિને ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવવાની છે. રાજ્યમાં 6 મહા નગરપાલિકા ઉપરાંત 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 51 નગર પાલિકાઓની ચૂંટણી યોજાવવાની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર