ગુજરાત વિધાનસભાને લઈને ઓવૈસીએ કરી મોટી જાહેરાત

સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (16:09 IST)
ગુજરાત પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ અમદાવાદમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં અમારો પક્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અહીં અમે ઘણી બેઠકો પર અમારા સંગઠનને મજબૂત બનાવી રહ્યા છીએ. અમે કેટલી બેઠકો લડશું તે અમારા ગુજરાત યુનિટ દ્વારા નક્કી કરવામાં આવશે. અમે વિધાનસભાની ચૂંટણી તાકાતથી લડીશું.
 
ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં ફેરફાર થયો હોવાના લીધે ગુજરાતમાં રાજકીય સમીકરણો પણ બદલાઇ ગયા છે.
જેથી વિધાનસભાની વહેલી ચૂંટણીની આશંકા લાગી રહી છે. એવામાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ અમદાવાદમાં મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, આવનારા સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમારી પાર્ટી પણ ભાગ લેશે. અહીંયા અમે અનેક સીટો પર અમારા સંગઠનને મજબૂત કરી રહ્યાં છીએ. વિધાનસભા ચૂંટણી અમે તાકાતથી લડીશું.
 
ઉલ્લેખનીય છે કે આજે તેઓ સાબરમતિ જેલમાં બંધ ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર અને સોથી વધુ લોકોના હત્યારા અતિક અહેમદને મળવા જવાના હતા પરંતુ તેઓ જેલમાં મળે તે પહેલાં જ ખાનપુરની લેમન ટ્રી હોટેલમાં પોલીસે તેમને રોકી લીધા હતાં. ઓવૈસી હોટેલથી નીકળીને દરિયાપુર પહોંચ્યા હતાં. જ્યાં ચારવાડમાં લોકોની સાથે મુલાકાત કરી હતી. તેમણે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન સાથે પણ મુલાકાત કરી હતી. આ પરથી એવું કહી શકાય કે જો શહેજાદખાનને 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની ટીકિટ નહીં મળે તો તેઓ AIMIMમાંથી ચૂંટણી લડશે. હાલ ઓવૈસી મિરઝાપુર જવા રવાના થયાં છે. તેમની સાથે 10 કાર અને 200 જેટલી બાઈક છે. જેથી સમગ્ર વિસ્તારમાં મિની રોડ શો જેવો માહોલ જોવા મળ્યોછે. કોંગ્રેસના શહેજાદખાન ઘણા સમયથી પાર્ટીથી નારાજ છે. 2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે. જેમાં પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ મળશે. તેમજ શહેરમાં બે અલગ અલગ મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85થી 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર