રસી લેશો તો તેલ ફ્રી - જેમણે વેક્સીન નથી લીધી તેમને વેક્સિન લેવા પ્રેરિત કરવાનો સરકારનો નવો પ્રયોગ

શુક્રવાર, 19 નવેમ્બર 2021 (18:06 IST)
ગામડાઓમાં આજેય કોરોનાની રસીને લઇને લોકોમાં ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. ખાસ કરીને અંધશ્રધૃધાને કારણે લોકો  રસી લેવા જ તૈયાર નથી પરિણામે અમદાવાદ જિલ્લામાં અનોખો પ્રયોગ હાથ ધરાયો છે . આ પ્રોજેકટમાં ેએવી જાહેરાત કરાઇ છે કે, કોરોનાની રસી મેળવો ને, એક લિટર કપાસિયા તેલ ફ્રી મેળવો. સ્વૈચ્છિક સંસૃથાના સહયોગથી અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે આ અભિયાન શરૂ કર્યુ છે. 
 
ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લીધી છે ત્યારે શહેરી લોકો હજુય રસી લેવા ઉત્સુક છે જેના કારણે શહેરના રસીકેન્દ્રો પર સવારથી લાંબી કતારો લાગી જાય છે પણ ઓછા જથ્થાના અભાવે લોકોને રસી મળતી નથી પરિણામે લોકોને વિના રસી પરત ફરવુ પડે તેવી સ્થિતી સર્જાઇ છે. આ તરફ, ગામડાઓમાં અંધશ્રધ્ધાને કારણે લોકો રસી લેવા જ તૈયાર નથી. રસી લેવાથી મહિલા  માતૃત્વથી વંચિત રહી જાય છે.
 
અમદાવાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા પણ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી થાય, લોકો વધુમાં વધુ વેક્સિન લે એ માટે હવે એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા તંત્ર "યુવા અન્સ્ટોપેબલ" NGO સાથે મળીને વેક્સિન લેનારને એક લિટર કપાસિયા તેલ ફ્રી આપશે. અમદાવાદ જિલ્લામાં રસીકરણ વધે એ માટે અઠવાડિયામાં 2થી 3 વખત જિલ્લા કલેકટર અને સરકારી અધિકારીઓ દ્વારા સરપંચ, ધાર્મિક આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવે છે.
 
ત્રીજી લહેરને રોકવા માટે અને વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી કરવા માટે અલગ અલગ ઉપાયો કરવામાં આવે છે. જિલ્લા વહીવટી વિભાગ દ્વારા નોંધવામાં આવ્યું છે કે અમુક ગામોમાં હજી રસીકરણ 40 ટકા જેટલું છે, જેનો વ્યાપ વધવો જોઈએ. જો ત્રીજી લહેરને રોકવી હોય તો રસીકરણ થવું ખૂબ જ જરૂરી છે. જેથી જિલ્લા સરકારી અધિકારીઓએ NGO સાથે મળીને રસીકરણ માટે લોકોને આકર્ષવા માટે એક પ્રયાસ હાથ ધર્યો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર