ગુજરાત સરકારે કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતાં રાજ્યના ચાર મેટ્રો શહેરોમાં 17 થી 31 માર્ચ સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આ ચાર શહેરો જ્યાં આ નાઇટ કર્ફ્યુ લાદવામાં આવશે તેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શામેલ છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે રાજ્યમાં કોરોના વાયરસના 890 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસો સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 2,79,097 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, રાજ્યભરમાં સોમવારે 594 લોકો કોરોના વાયરસથી સાજા થયા હતા.
અગાઉ 2 કલાકની આપવામાં આવેલી છુટ પાછી ખેંચીને નવો નિર્ણય લેતા આવતીકાલે તારીખ 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં કરફ્યૂ (curfew) નો સમય વધારીને 10 થી 6 કરાયો છે. માટે આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે છે. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે.
રાજ્યના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે સુરતમાં રહેતા એક દર્દીનું કોરોના ચેપથી મોત થયું હતું. સોમવારે સુરતમાં 262, અમદાવાદમાં 209, વડોદરામાં 97 અને રાજકોટમાં 95 કેસ નોંધાયા છે. તે જ સમયે, બાકીના કેટલાક જિલ્લાઓમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 18 થી 30 ની વચ્ચે છે.
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે.