મકર સંક્રાતિની રાત્રે ડબલ મર્ડર, બે જૂથ વચ્ચે મારામારી અને ફાયરિંગ

શનિવાર, 15 જાન્યુઆરી 2022 (13:04 IST)
પોરબંદરમાં મકર સંક્રાતિની રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. બે જૂથ વચ્ચે મારામારી અને ફાયરિંગની ઘટના બની હતી. પહેલા બોલાચાલી ને બાદમાં ફાયરિંગ થતા મામલો ગંભીર બન્યો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજવાથી વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કુમક ઘટના સ્થળે ખડકાઈ ગઈ હતી.આ સમગ્ર મામલે પોલીસે ભાજપના સુધરાઈ સભ્ય અને તેના પુત્ર સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધી છે. ચૂંટણીના મનદુઃખને લઈ ને બનાવ બન્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે અત્યાર સુધી માં 3 શખ્સોની અટકાયત કરી છે. અને અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે
 
ગુજરાતમાં લાંબા સમયથી પોરબંદર પોતાની જૂની છાપ, કોરાણે મૂકી ચુક્યું છે. સામાન્ય મારામારી કે અન્ય ગંભીર ગુનાઓનું પ્રમાણ આજથી 20 કે 25 વર્ષ પહેલા જેટલા નથી રહ્યા. પોરબંદર લાંબા સમયથી જૂથ અથડામણ કેફાયરિંગનો બનાવ પણ પોલીસ ચોપડે લાંબા સમ્ય્ગલાથી નથી ત્યારે, વિરભનુની ખાંભી પાસે સમ-સામે બે કાર અથડાવવાની બાબતમાં ફાયરિંગ થાય અને તેમાં બે નાં મોત થાય ત્યારે, શહેરની તાસીર પ્રમાણે 'ભારેલા અગ્નિ' જેવી સ્થિતિને નકારી શકાય નથી, તેમ માનીને પોલીસ પલટણ ખડકાઈ ગઈ છે. અને બનાવાની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર