ગુજરાતના વલસાડમાં મોટો અકસ્માત ટળ્યો, રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ

શનિવાર, 15 જાન્યુઆરી 2022 (10:12 IST)
ગુજરાતના વલસાડમાં એક મોટી દુર્ઘટના ટળી છે. અહીંના અતુલ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો નાખવાનો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. સદનસીબે ટ્રેન દુર્ઘટના ટળી છે. 
 
વલસાડ પોલીસના જણાવ્યા અનુસાર અતુલ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકીને ટ્રેન પલટી મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. શુક્રવારે સાંજે 7.10 વાગ્યે રાજધાની એક્સપ્રેસ સિમેન્ટના આ પોલ સાથે અથડાઈ હતી. જોકે કોઈ નુકસાન થયું ન હતું.

 
ઘટનાની માહિતી મળતા જ રેલ્વે અધિકારી સુરત રેન્જ ડીજી, વલસાડ પોલીસ, જીઆરપી અને આરપીએફ સહિત અનેક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનાને કારણે રાજધાની સહિત તમામ ટ્રેનો રોકી દેવામાં આવી હતી.
 
પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે. વલસાડના એસપી મનોજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ આ થાંભલો ત્યાં મૂક્યો હતો, જેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પ્રાથમિક તપાસ ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર