હડતાળ પર જનારા GUVNLના કર્મીઓના પ્રશ્નોનો સુખદ અંત

મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (09:33 IST)
રાજ્યના ઉર્જાવિભાગ હસ્તકની GUVNL કંપનીના અધિકારી કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે હડતાળ પર જવા અંગે નોટીસ અપાઇ હતી. આ સંદર્ભે તેમના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવતા હડતાળપર જવાની નોટીસ પરત ખેંચી છે. સોમવારે મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ ગોરધનભાઇ ઝડફીયા, ભરત પંડયા, ભરતભાઇ ડાંગર અને ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આંદોલનની નોટીસ સંદર્ભે સારા વાતાવરણમાં નિખાલસતાપૂર્વક ચર્ચા વિચારણા બાદ  GUVNL કંપનીના કર્મીઓએ હડતાળ પર જવાની નોટીસ પરત ખેંચી છે.
 
GUVNL કંપનીના પ્રતિનિધિએ તા.૧/૧/૨૦૨૧ના પરિપત્ર સંદર્ભે રાજ્ય સરકારનો આભાર માનીને જણાવ્યુ છે કે, અમારી માંગણી અનુસાર રાજ્ય સરકારે તા.૧/૧/૧૬ થી જુના સેટલમેન્ટ તથા અન્ય ભથ્થાઓના એરિયર્સ સહિતની માંગણીઓ ચુકવવા માટે મંજૂરી આપી છે. 
 
જે ચુકવણા વીજ કંપનીઓ દ્વારા ૧૦ હપ્તામાં ચૂકવી અપાશે. આ માટે સૌએ સરકારનો હૃદયપૂર્વક આભાર માનીને આંદોલનની નોટીસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર