અમદાવાદના સફાઇકર્મીઓ હડતાળ પર ઉતર્યા, સૂત્રોચ્ચાર કરી કર્યો વિરોધ

ગુરુવાર, 24 ડિસેમ્બર 2020 (14:46 IST)
બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝોનલ ઓફિસમાં  પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય જવાબ ન આપતાં એક એક સફાઇકર્મીએ ઝેરી દવા ગટગટાવી દીધી  હતી. થલતેજના સફાઈકર્મી દ્વારા આત્મહત્યા કરવાના પ્રયાસનો મામલે આજે સમગ્ર શહેરમાં સાફાઈકર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. મ્યુનિસિપલ નોકર મંડળે આ હડતાળને સમર્થન આપ્યું છે. 
 
બોડકદેવ ઝોનલ ઓફિસ આગળ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓના એકઠા થયા હતા. તમામ કર્મચારીઓ ઝોનલ ઓફિસ આગળ બેસી ગયા હતા અને વાહનો અટકાવ્યા હતા. અને ઉગ્ર દેખાવો સૂત્રોચ્ચાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે આ હડતાળ દરમિયાન સફાઇ કર્મીઓએ કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કર્યો હતો. 
 
આજે સવારથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 17000 કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. જેથી આજે શહેરભરમાં સફાઈ બંધ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા આજે શહેરમાં સફાઇની કામગીરી કરવામાં આવશે નહી. મ્યુનિસિપલ નોકર મંડળ સફાઇકર્મીઓનું સૌથી મોટુ સંગઠન છે. તો બીજી તરફ, કર્મચારીઓને ટોળાને જોતા પોલીસની 6 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. બે PI સહિત નો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર