થલતેજના ખાનગી ગાર્ડનમાં મુકવામાં આવેલું મોનોલિથ એ અફવા છે, થલતેજમાં જે સ્ટ્રકચર મૂકવામાં આવ્યું તે પથ્થરનું નથી, પરતું સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે. સ્ટીલના સ્ટ્રક્ચર પર લેટિટ્યૂટ નંબર લખવામાં આવ્યા છે. આ સ્ટ્રક્ચર ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. જો કે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
અત્યાર સુધી દુનિયાના 30 અલગ અલગ શહેરોમાં જોવા મળેલા મિસ્ટ્રી મોનોલિથ હવે અમદાવાદના થલતેજ વિસ્તારમાં જોવા મળ્યો હોવાની ખબર પડતાં લોકોની ભીડ જામી હતી. પાર્કમાં કામ કરનાર માળીએ જણાવ્યું હતું કે શનિવાર સાંજ સુધી અહીં કોઇ સ્ટ્રક્ચર ન હતું. પરંતુ રવિવારે સવારે જ્યારે તે ડ્યૂટી પર આવ્યો તો સ્ટીલનું સ્ટ્રક્ચર જોઇને ચોંકી ગયો હતો. તેણે ગાર્ડન મેનેજરને જણાવ્યું હતું. ત્યારબાદ ઘણા લોકોને પૂછપરછ કરવામાં આવી, પરંતુ બધાએ પ્રથમવાર જોયો હોવાની વાત કરી હતી.