તલાજાની મજૂર પરિવારની અંધશ્રદ્ધાનો લાભ લઇને તાંત્રિક બે સંતાનોની માતા સાથે બળાત્કાર ગુજાર્યો છે. ઘટના વિશે ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જોકે આ ઘટનાની સૌથી મોટી વિડંબણા એ છે કે મહિલા સાથે બળાત્કાર ત્યારે થયો જ્યારે તેના પતિ સહિત પરિવારજનો ઘરના બીજા રૂમમાં જ હતા. લોકો અંધશ્રદ્ધાના લીધે અંધ અને અણસમજું બની જાય છે. તેનું મોટું ઉદાહરણ છે. જો પતિ અને તેના પરિવારજનોએ સમજદારીથી કામ લીધું હોત તો ઘરની મહિલા સાથે આવી ઘટના સર્જાઇ ન હોત.
મળતી માહિતી અનુસાર તળાજામાં રહેનાર પ્રવાસી શ્રમિક મહિલા ઇસોરા ગામમાં ખેતરમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું જીવનનિર્વાહ કરે છે. થોડા દિવસો પહેલાં મહિલાનો પરિવાર કાંતિ વિઠ્ઠલભાઇ સિયાલના સંપર્કમાં આવ્યા હતા. કાંતિ પોતે માતાના ભક્ત છે, શ્રમજીવી પરિવારના મોભીએ 15 દિવસ પહેલા6 આ ફરિયાદ સાથે તાંત્રિકનો સંપર્ક કરોય હતો કે તેમનો એક વર્ષીય પુત્ર ઉંઘમાં અચાનક ચમકી ઉઠે છે. આ સમસ્યાના સમાધાન માટે તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. જેથી તાંત્રિકે કહ્યું કે બાળકને જે વસ્તુ પસંદ હોય તે વસ્તુ ચાર રસ્તા પાસે જઇને મુકી દો. પછી કહ્યું કે તેની પત્ની પર ચૂડેલનો સાયો છે. તેનું નિદાન કરવાની સલાહ આપી હતી.
મંગળવારે રાત્રે 9 વાગે મહિલા પતિ અને દિયર તથા તેના બે પુત્ર ઘરે હતા. તાંત્રિકે તેમણે કહ્યું કે ચૂડેલને કાઢવા માટે વિધિ કરવી પડશે અને આ મહિલાને નિવસ્ત્ર કરવી પડશે. તેને કહ્યું કે તમારે બધાએ ઘરની બહાર જવું પડશે. પરણિતાને એકલી રૂમમાં રાખી અને બાકીના પરિવારજનોને રૂમની બહાર મોકલી પોતાની હવસનો શિકાર બનાવી હતી.