ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના આંકડાએ ‘સત્ય’ જાહેર કર્યુ:મહેસુલ નહી પોલીસ વિભાગ સૌથી ભ્રષ્ટ

મંગળવાર, 1 જાન્યુઆરી 2019 (12:01 IST)
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ મહેસુલ વિભાગની ભરી સભામાંઆ વિભાગને ગુજરાતના સૌથી ભ્રષ્ટ ગણાવીને 2018નું સૌથી મોટું પ્રમાણપત્ર આપી દીધા બાદ પીછેહઠ કરવી પડી હતી. મુખ્યમંત્રીએ એક વખત આવા જ એક સરકારી સમારોહમાં બીનખેતીના ભાવ પણ પોતે જાણે છે તેવી વાત કરી હતી પણ કદાચ જો રૂપાણીએ ભ્રષ્ટાચાર સામે કાર્યરત રાજયના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના આંકડા તપાસ્યા હોત તો મહેસુલ નહી પણ રાજયના ગૃહ વિભાગને આ પ્રમાણપત્ર આપ્યું હોત તે નિશ્ર્ચિત છે. કારણ કે એબીસીના આંકડા કહે છે કે 2018ના વર્ષમાં ગૃહ મંત્રાલય એટલે કે પોલીસ વિભાગમાં લાંચના સૌથી વધુ છટકા ગોઠવાયા હતા અને સફળ પણ રહ્યા હતા.

 જો કે આ વિભાગના સૂત્રો કહે છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના આ કેસ ફકત હિમશીલાની ટોચ જ છે. આંતરિક ભ્રષ્ટાચાર તો હિમાલયા જેવો છે જે આપણે અનુભવીએ છીએ. જોઈએ છીએ અને સ્વીકારી પણ લીધો છે પણ તેમાં રેડ ભાગ્યે જ થાય છે. 2018માં પોલીસ વિભાગમાં લાંચના 137 કેસમાં સફળ ટ્રેપ થઈ હતી અને રૂા.20.14 લાખની રકમ ઝડપાઈ પણ પોલીસ વિભાગના સૂત્રો કહે છે કે આ રકમ તો એક ટ્રાફીક પોઈન્ટની માસીક આવક કરતા પણ ઓછી છે. પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારમાં બદલી અને ફરજોની ફાળવણીમાં પણ છે. 
ગત વર્ષે પોલીસ વિભાગમાં લાંચ રૂશ્વતના 42 અને રૂા.5-10 લાખ હાથ થયા હતા તેની સામે 2018ના આંકડા ત્રણ ગણા છે. જયારે જે મુન્નીની માફક બદનામ થયું તે મહેસુલ વિભાગના લાંચ રૂશ્વતના 23 કેસ અને 30 લોકોની ધરપકડ થઈ છે. મુખ્યમંત્રી જે બિનખેતીની વાત કરતા હતા તેમાં લાખો કરોડોના વહીવટ થાય છે અને તેમાં ઓનલાઈન થવાથી ફર્ક શું પડશે તે પણ પ્રશ્ર્ન છે. હવે આ તો ભ્રષ્ટાચાર પણ કેન્દ્રીત થયો છે. દરેક બિનખેતી કલેકટર મારફત થશે. આમ આ રીતે સીધું ગાંધીનગર કનેકશન બની ગયું છે. 
હવે ગૃહ મંત્રાલય ખુદ રૂપાણી પાસે છે અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે. જયારે મહેસુલ મંત્રી તરીકે કૌશીક પટેલ છે. ભ્રષ્ટાચારમાં ત્રીજા નંબરે પંચાયત ગ્રામ્ય હાઉસીંગ વિભાગ છે જેમાં 94 કેસોમાં રૂા.13.62 લાખની રકમ ઝડપાઈ હતી. જયારે શહેરી વિકાસમાં 58 કેસોમાં રૂા.11.42 લાખની રકમ ઝડપાઈ હતી અને નાણા વિભાગમાં 12 કેસમાં રૂા.1.78 લાખની રકમ ઝડપાઈ હતી. જો કે ભ્રષ્ટાચાર કર્યા નથી તે પણ પ્રશ્ર્ન છે. શિક્ષણ વિભાગ પણ ભ્રષ્ટાચારથી બદબદે છે. જો મહેસુલ વિભાગની વાત કરીએ તો તેનું પોલીટીકસ કનેકશન સૌથી વધુ છે. આપણા લગભગ દરેક નેતા ‘જમીન’ સાથે જોડાયેલા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર