ભાજપના ઉપવાસ ઉપહાસમાં પરિણમ્યા, સ્વચ્છતા અભિયાન ખાડે ગયું, નેતાઓએ નાશ્તા કર્યા?

શુક્રવાર, 13 એપ્રિલ 2018 (12:50 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા મિશનની પ્રેરણા આપી છે અને તેમને સમગ્ર દેશનાં લોકોને અપિલ કરી છે કે તમામ દેશવાસીઓ સ્વચ્છતા જાળવે. આ સ્વચ્છતા અભિયાનમાં PM મોદી, અમિત શાહથી લઇ દિગ્ગજ નેતાઓ અને સેલિબ્રિચીઓ પણ જોડાયેલા છે પરંતુ હવે વડાપ્રધાન પાસેથી સ્વચ્છતા મીશનનાં પાઠ બીજેપીનાં કાર્યકર્તાઓએ શીખવા જોઈએ તેમ બની રહ્યું છે.


ભાજપનાં રાજ્યવ્યાપી ઉપવાસ કાર્યક્રમ ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ઉપવાસનાં કેટલાક સ્થળોએ સ્વચ્છતાનાં લીરા ઉડ્યા છે. અમદાવાદ, વડોદરા અને બારડોલીમાં સ્વચ્છતાનાં લીરા ઉડી રહ્યા છે. ઉપવાસ કાર્યક્રમમાં ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં બીજેપીના કાર્યકર્તાઓએ સ્વચ્છતા અભિયાનનો મજાક બનાવી દીધો છે. રસ્તા પર તેમ જ કાર્યક્રમનાં સ્થળો પર ફુડ પેકેટ્સ તેમજ મોટા પ્રમાણમાં કચરો નજર આવ્યો છે. જેની સફાઇ કરવાનું તમામ કાર્યકર્તાઓ ચૂકી ગયા.
આ સાથે જ અમદાવાદમાં ઉપવાસ સ્થળેથી ફૂડ પેકેટ મળ્યા છે. અમદાવાદમાં કરવામાં આવેલા ઉપવાસ કાર્યક્રમમાં સ્ટેજની પાછળથી ઠંડાપીણાનો જથ્થો મળ્યો છે. આ જથ્થામાં લીંબુ શરબત, ઠંડા પીણાની બોટલ મોટા પ્રમાણમાં મળી આવી છે. આ જથ્થો સ્ટેજની પાછળ રાખવામાં આવ્યો હતો. આ સ્ટેજ પાછળ અન્ય લોકો માટે પાછળનો ભાગ રેસ્ટ્રીકેટ્ડ કરાયો હતો. વીઆઈપી સિવાય અન્યને પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. દરમિયાન ઉપવાસ કાર્યક્રમનાં સ્થળે સ્વચ્છતાનો અમલ થયો નહિ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર