છેલ્લા કેટલાક વખતથી શિક્ષણ ક્ષેત્રે જે નિર્ણયો લેવાઈ રહ્યા છે તે જોતા લાગે છે કે, નવી પેઢીને તૈયાર કરી શકે તેવા અને દેશના ભાવિનું ઘડતર કરવામાં નિમિત્ત બને તે શિક્ષણનું ક્ષેત્ર ગુજરાતમાં તો સંપૂર્ણ પણે ખાડે ગયું છે. પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર -શિક્ષણની કોઈપણ સંસ્થામાં વ્યાસાયિકો સાથે શિક્ષણ વિભાગે જે ખુલ્લેઆમ દેખાતું સેટિંગ કરી નાખ્યું છે, તે હવે તો નરી આંખે દેખાવા લાગ્યું છે. વિધાનસભામાં કેટલીક મહત્વની જાહેરાતો થઇ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પાંચ ધારાસભ્યોની સર્વાનુમતે નિમણુંક કરાશે. રાજ્યની યુનિવર્સિટીઓમાં કુલપતિપદે અભ્યાસુ અધ્યાપકો કે શિક્ષણવિદો તો છે જ નહિ.