પોતાના સમાજના ધારાસભ્યોને મંત્રી બનાવવા કોળી સમાજ મેદાનમાં ઉતરશે
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (13:12 IST)
ગુજરાતના રાજકારણમાં જાતિવાદનું સમીકરણ ભારે હાવી થઈ ગયું છે ત્યારે કોળી સમાજ દ્વારા ચૂંટાયેલા પાંચ જેટલા ધારાસભ્યોને કેબિનેટમાં મંત્રીપદ આપવા અલ્ટીમેટમ સરકારને આપ્યું હતું ત્યારે અલ્ટીમેટમનો દોઢ મહિનાનો સમય માંગ્યો હતો. જે પૂર્ણ થતા કોળી સમાજ દ્વારા ગામે ગામ તા.૧૯-ર-ર૦૧૮ (સોમવાર) ના રોજ સત્યાગ્રહ છવાવણી,સે.૬ ગાંધીનગર ખાતે શકિત પ્રદર્શન કરવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોળી સમાજના આગેવાનો દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે, ૬ર લાખથી વધુ કોળી સમાજના મતદારો છે. તેથી ૪૦ થી વધારે એમ.એલ.એ. હોવા જોઈએ પરંતુ રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને મેન્ડેટ આપેલા નથી તેથી હાલ કોળી સમાજના ૯ પ્રતિનિધીઓ છે જેથી એક પણ એમ.એલ.એ.ને કેબિનેટમાં સમાવવામાં આવેલ નથી તેમજ બીજી બાજુ એક જ જ્ઞાતિના પ કેબિનેટ મંત્રી અને કેબિનેટ કક્ષાના દસ રાજયમંત્રી નિમાયેલા છે જે સ્પષ્ટ જાતિવાદ છે આ જાતિવાદ નાબૂદ કરીને જે જ્ઞાતિઓના મતદારોની વસ્તી હોય તેના પ્રમાણે તે જ્ઞાતિના ધારાસભ્યો રાજયના મંત્રીમંડળ અને જાહેર સેવાના બાર્ડ-નિગમો અને સરકારી પદો ઉપર નિમવામાં આવે અને સમરસ સરકારની રચના કરવામાં આવે તેવી દરખાસ્તને કોળી સમાજે ટેકો આપ્યો છે.