ત્રણ તલાકના વિરોધીઓએ ભાજપને મત નથી આપ્યાં - ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ

શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (15:30 IST)
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ ગુરૂવારેએ કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સીટો ઘટીને 99 થઇ ગઇ કારણ કે કસાઇઓ, ત્રણ તલાક સંબંધી વિધેયકના વિરોધીઓએ આ ભગવા પાર્ટીને વોટ આપ્યા નથી. ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીના આકરા મુકાબલામાં છઠ્ઠીવાર પોતાની સત્તા તો બચાવવામાં સફળ રહી, પરંતુ તેમની સીટો ઘટીને 99 થઇ ગઇ. કોંગ્રેસે 182 સભ્યોવાળી વિધાનસભામાં 77 સીટો જીતી. 

પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભામાં કહ્યું કે 'હું તમને જણાવું કે કોને અમને વોટ આપ્યા નથી. તે કસાઇ લોકો જે કઠોર ગૌહત્યા વિરોધી કાયદાને લઇને અમારાથી નારાજ છે. જે દારૂની હેરાફેરી કરતા હતા તે એટલા માટે નારાજ છે કારણ કે ભાજપ સરકાર મોટો દારૂબંધી કાયદો લાવી. તે રાજ્યપાલ ઓ પી કોહલી દ્વારા બજેટ સત્રના પ્રથમ દિવસે સદનમાં આપવામાં આવેલા અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ બોલી રહ્યાં હતા. ચર્ચા દરમિયાન વિષય ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન તરફ વળી ગયો હતો. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે ઘણી યુનિવર્સિટીઓ ખુશ નથી કારણ કે અમે તેમની ફીની મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લાવ્યા. જે લોકો કેંદ્રની ભાજપા સરકાર દ્વારા મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી બચાવવા માટે રજૂ કરવામાં આવેલા વિધેયકથી નારાજ છે.  તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફ ઇશારો કરતાં કહ્યું કે આમ તો ક્યારેય મંદીર ન જનાર એક ટોચના કોંગ્રેસના નેતા ચૂંટણી પહેલાં ઘણા મંદિરોમાં ગયા, પરંતુ તેનાથી પાર્ટીને સત્તામાં આવવાની મદદ ન મળી. કોંગ્રેસને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 77 સીટો પ્રાપ્ત થઇ હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર