ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓબીસી સમાજમાં વોટબેન્ક બનાવવા મથામણ

ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (12:49 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ ભાજપ દ્વારા આગામી લોકસભાની પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે હવે એવું લાગે છે કે ભાજપે તાજેતરમાં ઓબીસી કેટેગરી માટે જે નિર્ણય લીધો તે માત્ર એક ચૂંટણીની લોલીપોપ નહીં પણ ઓબીસી મતો માટે લીધો હોય તેવું રાજકિય ચર્ચામાં સાંભળવા મળી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક નિવેદનમા સંકેત આપ્યા હતા કે તે હવે OBCના અધિકારોના મુદ્દાને ઉઠાવશે.

તેમણે કોંગ્રેસ પર પછાત જાતિઓ સાથે અન્યાય કરવાનો આરોપ પણ મુક્યો હતો. લાગી રહ્યું છે કે પાર્ટી 2017ની વિધાનસભાની ચૂંટણી માટે પાટીદાર અને સવર્ણો સિવાય અન્ય સમાજનો સપોર્ટ અને વોટ બેન્ક ઉભી કરવાનો પ્રયત્ન કરી રહી છે. OBCના મુદ્દાને પાર્ટી ચૂંટણીનો મુદ્દો બનાવી શકે છે. અમિત શાહે આરોપ મુક્યો હતો કે, બેકવર્ડ ક્લાસિસ કમિશનને સંવિધાનિક સ્ટેટસ આપવાની ભાજપની પહેલને કોંગ્રેસ દ્વારા રોકવામાં આવી હતી. વડાપ્રધાન OBC સમાજનું કલ્યાણ ઈચ્છે છે. હવે આ સમાજના કરોડો વોટર્સે કોંગ્રેસને વળતો જવાબ આપવો જ જોઈએ. અમિત શાહે આગળ જણાવ્યું હતું કે, પાર્ટી નર્મદા ડેમનું નિર્માણ સમાપ્ત કરવાની તેની સફળતાને હાઈલાઈઠ કરશે અને ઓબીસી અધિકારોને પર પણ ફોકસ કરશે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ કહે છે કે, ભાજપ ઈલેક્શનમાં પાટીદારોની અવગણના કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ તે નહીં કરી શકે. જો પાટીદાર સમાજને મહત્વ આપવામાં નહીં આવે તો પાટીદારો પણ પોતાનો પાવર ભાજપને બતાવી દેશે.પોલિટિકલ સાયન્સના પ્રોફેસર રહી ચુકેલા દિનેશ શુક્લા કહે છે કે, પાટીદારોના વિરોધને કારણે 2015ના પંચાયત ઈલેક્શનમાં ભાજપને જે ફટકો પડ્યો હતો, તેનાથી તેમણે ચોક્કસપણે કંઈક શીખ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર