ટેક્સટાઇલ પર 5 ટકા જીએસટીના વિરોધમાં ગુજરાતના કાપડ વેપારીઓએ આજથી ત્રણ દિવસ માટે બંધ પાળ્યો છે. બંધને કારણે ટેક્સટાઇલ સેક્ટરને વ્યાપક નુકસાન થશે. જેમાં સુરતને જ બંધ દરમ્યાન દિવસનું 250 કરોડ રૂપિયાનું નુકસાન થશે. અમદાવાદના 65 હજાર અને ગુજરાતના 3.50 લાખ કાપડના વેપારીઓ બંધ પાળ્યો છે. કેન્દ્ર સરકારે 1 જુલાઇથી ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ અમલી બનાવાની જાહેરાત કરી છે. જીએસટીમાં કાપડ પર 5 ટકાનો ટેક્સ લાદવામાં આવ્યો છે.