ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી લોહિયાળ બની, બંને પક્ષોએ લોકશાહી લજવી

સોમવાર, 5 નવેમ્બર 2018 (14:45 IST)
ગાંધીનગર મહાનગરપાલિકાની મેયર ચૂંટણીએ આજે લોહીયાળ બની ગઇ છે. આજે મળેલી સામાન્ય સભામાં પ્રજાની સેવાના નામે મેવા ખાવાની સ્પર્ધામાં ભાજપ અને કોંગ્રેસે લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને કારણે થોડા મહીના પહેલા વિધાનસભામાં થયેલા રણસંગ્રામની યાદ તાજી થઇ ગઇ છે. સમગ્ર સભા દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે મારામારી થઇ હતી અને જેને પગલે લોકશાહીને લાંછન લાગ્યું હતું.મહાનગરપાલિકામાં બીજી ટર્મના મેયર સહિત હોદ્દેદારોની ધનતેરસે ચૂંટણી થવાની પૂર્વ સંધ્યાએ હાઇ વોલ્ટેજ ડ્રામા થયો હતો. પીઢ કોંગ્રેસી પરિવારના અને બે ટર્મથી કોર્પોરેટર પદ્દે ચૂંટાતા સભ્ય અંકિત અશ્વીનભાઇ બારોટ ચૂંટણીના આગલા દિવસે બપોર બાદ ગાયબ થઇ જતાં કોંગ્રેસ પક્ષમાં ભાગદોડ મચી ગઇ છે અને રાત્રે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડા સમગ્ર હવાલો સોંપવામાં આવ્યો હતો. ભાજપ- કોંગ્રેસ વચ્ચે બોલાચાલી ઉગ્ર થતા કોંગ્રેસના કોર્પોરેટરોએ ખુરશીઓ ઉછાળતા મામલો તંગ બન્યો હતો.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર