વલસાડના નેશનલ હાઈવે નંબર-48 ઉપર 4 વાહનો વચ્ચે બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં એક આઈસર ટેમ્પો (નંબર GJ-24-X-3731)ટામેટાંનો જથ્થો ભરી બેંગ્લોરથી ભરૂચ માર્કેટ જવા નીકળ્યો હતો. આ દરમિયાન વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાના કારણે ટેમ્પાનું ટાયર ફાટી ગયું હતું. આ બ્રિજ પર પડેલા ખાડાના કારણે એક મહિનામાં અકસ્માતની પાંચમી ઘટના સામે આવી છે. ગઈકાલે મોડી રાત્રે ટામેલા ભરીને જતા ટેમ્પો સહિત ચાર વાહનો ટકરાયા હતાં
ટામેટાં ભેગાં કરવા 4 કલાક હાઇવે બંધ કરાયો
જોકે, ટેમ્પામાં ભરેલાં મોંઘા ભાવનાં ટામેટાં રોડ પર પથરાઇ જતાં તેને ભેગા કરવા માટે 4 કલાક જેટલો સમય હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં મોટાભાગનાં ટામેટાં ભેગાં કરી લેવાયાં હતાં. પરંતુ ઘણાં ટામેટાં પટકાઇ જવાથી નુકસાન થયું છે. જ્યારે ટ્રકમાં ભરેલો ચોકલેટનો જથ્થો પણ ટ્રકમાંથી અડધો બહાર આવી ગયો હતો. જ્યારે સ્વિફ્ટ અને ક્રેટા કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.