ગુજરાતના મોટા શહેરોમાં રોગચાળાએ ભરડો લીધો

શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (17:13 IST)
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ઉંચક્યુ માથુ, ચોમાસુ આવતાં જ રસ્તાઓ, પાણીની સાથે રોગચાળો પણ લોકોને પરેશાન કરી રહ્યો છે. અમદાવાદમાં ચાલુ મહિને ઝાડા ઉલ્ટીના 1139 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 451, કમળાના 166 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 174, સાદા મેલેરિયાના 81, ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે.
 
 કોર્પોરેશન દ્વારા સફાઈ કામગીરી કરવામાં ન આવતી હોવાના કારણે લોકો બિમાર પડી રહ્યા છે.વિવિધ વિસ્તારોમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા 28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.કન્સ્ટ્રક્શન સાઈટ, શાળા, કોમર્શિયલ સાઈટ પર ચેકિંગ હાથ ધરાયુ છે. વિવિધ એકમોને 75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર