નરોડા પાટિયામાં કેસમાં માયા કોડનાનીની અરજીમાં અનેક વિરોધાભાસ છે- હાઇકોર્ટ
મંગળવાર, 2 મે 2017 (13:01 IST)
નરોડા પાટિયા રમખાણ કેસમાં 8 સાક્ષી બોલાવવા માયા કોડાનાનીએ કરેલી અરજીની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે કોડાનાનીના વકીલ સામે કેટલાક વેધક સવાલો ઉભા કર્યા હતા. કોર્ટે કોડનાનીના વકીલને એવી ટકોર કરી હતી કે તેની સાક્ષી બોલાવવાની રજુઆતમાં જ અનેક વિરોધાભાસ દર્શાવ્યા છે. આ અરજી પર હાઇકોર્ટ ચુકાદો આપશે તો સમગ્ર કેસની અપીલ પર તેની અસર પડશે. એટલુ જ નહી નરોડા ગામ કેસ પર પણ તેની અસર થશે. શુ કોડનાનીએ હાલના તબક્કે આ અરજી કરવી જરૃરી છે?
નરોડા પાટિયા કેસમાં અમિત શાહ સહિતના 8 સાક્ષીઓને સમન્સ પાઠવવા માયા કોડનાનીએ અરજી કરી છે. અરજીમાં અમિત શાહને શા માટે બોલાવવા અને અન્ય સાક્ષીઓને કયા કારણોસર સમન્સ પાઠવવા તે અંગે માયા કોડનાનીના વકીલે કરેલી રજુઆતમાં અનેક વિરોધાભાસ છે તેવી કોર્ટે ટકોર કરી હતી. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે નીચલી કોર્ટમાં ચાલતા નરોડા ગામ કેસ કરતા પહેલા નરોડા પાટિયા કેસનો ચુકાદો આવી શકે છે. અને તેની અસર નરોડા ગામ ઉપર પણ પડી શકે છે. હાઇોકર્ટની ટકોર બાદ કોડનાનીના વકીલે કોર્ટે ઉઠાવેલા સવાલોનો જવાબ આપવા સમય માગ્યો છે . જેની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.