અમદાવાદમાં પિતાએ જ પિતાએ જ માસુમને પતાવી દીધી

ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (17:53 IST)
Ahmedabad Crime


-  બાળકી જન્મતા અંસાર તણાવમાં રહેતો
-  ધંધા પર પણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું
-  પત્ની પણ તેના પર ધ્યાન આપતી નહોતી જેથી અંસારે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું

અમદાવાદમાં એક પિતાએ જ પોતાની પાંચ માસની બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. દીકરાની જગ્યાએ દીકરી આવતા પિતા કેટલાય સમયથી કંટાળેલો હતો. ગઈકાલે પત્ની અને દીકરીને હોસ્પિટલ લઈને ગયેલા પિતાએ દીકરી રડતા તેનું ગળું દબાવી દીધું હતું, જેથી બાળકીનું મોત થયું હતું. આ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે.

ગોમતીપુરમાં રહેતા અંસાર અહમદ અંસારીને પાંચ મહિનાની બાળકી હતી. અંસાર ભંગારનો ધંધો કરતો હતો. બાળકની જગ્યાએ બાળકી જન્મતા અંસાર તણાવમાં રહેતો હતો. તેને ધંધા પર પણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું તથા પત્ની પણ તેના પર ધ્યાન આપતી નહોતી જેથી અંસારે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. અંસારને મગજની દવા પણ ચાલુ હતી.ગઈકાલે રાતે પત્નીને પેટમાં દુખતા અંસાર સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો ત્યારે પત્ની સોનોગ્રાફી કરાવવા અંદર ગઈ હતી. આ દરમિયાન બાળકી રડવા લાગતા અંસારે બાળકીને ચૂપ કરાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી ચૂપ ન થતાં તે બાળકીને લઈને રિક્ષા પાસે ગયો હતો. રિક્ષામાં બેસાડી બાળકીને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યા છતાં બાળકી ચૂપ ન થતાં અંસારે બાળકીનું મોઢું અને ગળું દબાવી દીધું હતું જેથી બાળકી બેભાન થઈ ગઈ હતી.

બાળકીની સ્થિતિ જોઈને અંસાર તેને લઈને રિક્ષામાં બેસાડી વોરાના રોઝા પાસે લઈ ગયો હતો, ત્યાં બાળકના મોઢા પર પાણી છાંટી બાળકીને ઉઠાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ બાળકી ઉઠી નહોતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા અને શંકા જતાં બંનેને શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોકટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને અંસારની ધરપકડ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર