Accident in Jharkhand- ઝારખંડમાં દુખદ અકસ્માત, ટ્રેનની અડફેટે બે લોકોના મોત, કેવી રીતે બની ઘટના?

ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (08:57 IST)
-આંગ એક્સપ્રેસમાં આગના સમાચાર 
- ઝાઝા-આસનસોલ ટ્રેન તેમની ઉપરથી પસાર થઈ હતી
- ટ્રેનની અડફેટે 12 લોકો આવી ગયા હતા અને કપાઈ જતાં 2 લોકોના દર્દનાક મોત

Jharkhand news- આંગ એક્સપ્રેસમાં આગના સમાચાર મળતા જ મુસાફરો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ઝાઝા-આસનસોલ ટ્રેન તેમની ઉપરથી પસાર થઈ હતી.
 
જામતાડાના કાલઝારિયા પાસે ટ્રેનની અડફેટે 12 લોકો આવી ગયા હતા અને કપાઈ જતાં 2 લોકોના દર્દનાક મોત થયાં હતા. 
 
આગ લાગવાની અફવા ફેલાતાં ટ્રેનમાંથી કૂદી પડ્યાં હતા અને આ દરમિયાન સામેથી આવતી ટ્રેનને ચપેટમાં આવતાં કચડાઈ ગયાં હતા તથા ઘણા ઘાયલ પણ થયાં હતા. 
 
રેલ્વેએ જણાવ્યું કે વિદ્યાસાગર કાસીતાર વચ્ચેથી પસાર થતી ટ્રેન નંબર 12254 સાત વાગ્યે ERના આસનસોલ ડિવિઝનમાં રોકાઈ હતી. અપ લાઇન પર મેમુ ટ્રેન સાથે અથડાતા બે લોકો ટ્રેક પર ચાલી રહ્યા હતા. જે લોકો મૃત્યુ પામ્યા હતા તેઓ મુસાફરો ન હતા, તેઓ ટ્રેક પર ચાલી રહ્યા હતા. આ મામલાની તપાસ માટે JAGની ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

Edited By-Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર