મુંબઇના બહુચર્ચિત એન્ટીલિયા કેસનું અમદાવાદ સાથે કનેક્શન, એટીએસની ટીમ અમદાવાદ પહોંચી

મંગળવાર, 23 માર્ચ 2021 (10:06 IST)
મુંબઇના બહુચર્ચિત એન્ટીલિયા કેસમાં મનસુખ હિરેનની હત્યા બાદ મુંબઇ એટીએસએ એક બુકી અને નિવૃત પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ હત્યામાં ઉપયોગ કરવામાં આવેલા સીમકાર્ડ અમદાવાદથી ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે. ત્યારબાદ મુંબઇ એટીએસની એક ટીમ અમદાવાદ પહોંચી છે. 
 
મુંબઇ પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં બુકી નરેશ ધોરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મનસુખની હત્યા પહેલાં તેના પાંચ સીમ કાર્ડ અલગ અલગ નામથી અમદાવાદથી ખરીદવામાં આવ્યા હતા. આ સીમ કાર્ડ તેણે પોલીસ ઇન્સપેક્ટર સચિન વાઝેના કહેવા પર ખરીદ્યા હતા. પાંચમાંથી એક સીમ કાર્ડનો ઉપયોગ સચિન વાઝે કરી રહ્યા હતા. 
 
મુંબઇ એટીએસે આ સંબંધમાં પુરાવા પ્રાપ્ત કરવા માટે અમદાવાદમાં તપાસ શરૂ શરૂ કરી છે. જે પાંચ વ્યક્તિઓના નામ પર અમદાવાદથી સીમ કાર્ડ ખરીદવામાં આવ્યા હતા તે વ્યક્તિ કોણ છે, તેમનું નરેશ ધારે સાથે શું કનેક્શન છે. સીમા કાર્ડ એક્ટિવ કરતાં પહેલાં દુકાનદારે શું પુરાવા લીધા હતા કે નહી. આ અંગે તપાસ થવી જોઇએ. 
 
એટીએસની શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે સચિન વાઝેએ મનસુખની હત્યાનું કાવતરું રચ્યું હતું કારણ કે તેને ડર હતો કે મનસુખ તેમના પ્લાન વિશે કહી દેશે. પોલીસના અનુસાર મનસુખને મારવાનો પ્લાન 2 માર્ચના રોજ બનાવવામાં આવ્યો હતો. સચિન વાઝેએ બંને સાથીઓ સાથે મળીને ક્રોફર્ડ માર્કેટ સ્થિત પોતાના હેડક્વાર્ટ્સમાં હત્યાને લઇને બે કલાક મીટિંગ પણ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર