સુરતમાં IACC ગુજરાત શાખાના ઉપક્રમે અમેરિકામાં બિઝનેસની તકો અંગે બેઠક યોજાઈ

મંગળવાર, 23 માર્ચ 2021 (09:08 IST)
ઈન્ડો- અમેરિકન  ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ની ગુજરાત શાખાના ઉપક્ર્મે “Exploring Business Opportunities in US” વિષયે, સુરતમાં એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યુ હતું. સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) તેમજ સુરતના ટેક્ષ્ટાઈલ અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ તેમજ વ્યાપાર-ઉદ્યોગની ટોચની સંસ્થાઓના અગ્રણીઓ ઉપરાંત આઈએસીસી ગુજરાત શાખાની  ટીમ તથા ચેમ્બરની વેસ્ટર્ન ઈન્ડીયા કાઉન્સિલના હોદ્દેદારો આ બેઠકમાં સામેલ થયા હતા.
 
આઈએસીસીના હોદ્દેદારો  તેમની મુલાકાત દરમ્યાન સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રેસીડેન્ટ શ્રી દિનેશ નાવડીયા,  વાઈસ પ્રેસીડેન્ટ શ્રી આશિષ ગુજરાતી તથા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી હેતલ મહેતાને  પણ મળ્યા હતા અને બંને ચેમ્બર એક બીજા સાથે પોતાના સંબંધો  કેવી રીતે વધારી શકે તે અંગે  ચર્ચા કરી હતી.
 
આ પ્રસંગે બોલતાં આઈએસીસીની વેસ્ટર્ન ઈન્ડીયા કાઉન્સિલના રિજિયોનલ પ્રેસીડેન્ટ પંકજ બોહરાએ ચેમ્બરની પ્રવૃત્તિઓ તથા ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોની વૃધ્ધિમાં તથા તેને  મજબૂત કરવામાં આઈએસીસીની ભૂમિકા અંગે પરિચય આપ્યો હતો.તેમણે કહ્યું કે "મારૂ માનવુ છે કે મહામારી પછી વિશ્વના અર્થતંત્રને બેઠુ કરવામાં ભારત અને અમેરિકાની મોટી ભૂમિકા છે અને બંનેએ ઘનિષ્ટ રીતે સાથે મળીને કામ કરવાની જરૂર છે".
 
આ પ્રસંગે સંબોધન કરતાં આઈએસીસી ગુજરાત બ્રાન્ચના ચેરમેન શૈલેષ ગોયલે, મહામારીમાંથી બેઠા થયા પછી ભારત અને અમેરિકા વચ્ચે વૃધ્ધિ પામતા વ્યાપારી સંબંધો અંગે વાત કરી હતી. શૈલેષ ગોયલે જણાવ્યું હતું કે “ગયા વર્ષ માં મહામારી પછીની મંદ સ્થિતિમાંથી અમેરિકાનુ અર્થતંત્ર બેઠુ થયુ છે અને વેક્સીનેશન શરૂ થવાને પરિણામે વૃધ્ધિ તરફ આગળ ધપી રહ્યુ છે. ભારતના અર્થતંત્રમાં પણ ફરી સંચાર થયો છે અને  ગયા ત્રિમાસિક ગાળામાં તે હકારાત્મક તબક્કામાં પ્રવેશ્યુ છે. મને વિશ્વાસ છે કે બંને વ્યુહાત્મક ભાગીદારો વચ્ચેનો વેપાર ટૂંક સમયમાં મહામારી પૂર્વેના સ્તરે પહોચી જશે”
શૈલેષ ગોયલે આઈએસીસીના B2B સર્વિસસ અંગે પણ પ્રેજેનટેશન રજૂ કર્યું હતું. સમીર પટેલે જણાવ્યું હતું કે  આઈએસીસી પોતાના વિસ્તૃત નેટવર્કનો ઉપયોગ કરીને સહયોગ અને પ્રોત્સાહન, ટાઈ-અપ્સ, અને વ્યુહાત્મક જોડાણો મારફતે સભ્યોને તેમના બિઝનેસની વૃધ્ધિમાં મદદ કરવાનો છે. દિનેશ ડાગાએ કહ્યુંકે " અમારી B2B પહેલ નાના અને મધ્યમ કદનાં એકમોને (SMEs) પોતાના ભાવિ બિઝનેસ પાર્ટનર્સ સાથે જોડાણ દ્વારા તેમના વ્યવસાયમાં વૃધ્ધિ કરવામાં પણ મદદ કરશે" 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર