Morbi Cable Bridge collapse- મોરબી પુલ દુર્ઘટના- અત્યાર સુધી શું થયું?

મંગળવાર, 1 નવેમ્બર 2022 (08:33 IST)
ગુજરાતના મોરબી શહેરમાં બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે ગુજરાત સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે, જેમાં અત્યાર સુધીમાં 134  લોકોના મોત થયા છે. 
 
અત્યાર સુધી શું નવી માહિતી સામે આવી
177 લોકોને બચાવી લેવાયા છે. તે જ સમયે, બ્રિજ પર હાજર લોકોની સંખ્યા લગભગ 400 હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કલ્યાણજી કુંડારિયાના 12 સંબંધીઓના પણ મોત થયા હતા. આર્મી, નેવી, એરફોર્સ એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, એસડીઆરએફની ટીમો કાર્યરત છે. 19 લોકો સારવાર હેઠળ છે. 3 લોકોને સારવાર માટે રાજકોટ દાખલ કરાયા છે.
 
મોરબી પુલ દુર્ઘટના મામલે વિપક્ષે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને આ ઘટનાની ચોક્કસ તપાસની માગ કરી હતી.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "હું સતત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં રહ્યો છું, આ ઘટનાથી બહુ વ્યથિત છું." ગુજરાતની મુલાકાતે આવેલા મોદીએ કહ્યું કે, "મારું મન મોરબીના પીડિતો પાસે છે."
 
કેવી રીતે થઈ દુર્ઘટના 
ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ તૂટી પડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, મોરબીમાં પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 141 લોકોનાં મોત થયાં છે
 
મોરબીમાં 145 વર્ષ જૂનો પુલ તૂટી પડતા અનેક લોકો પાણીમાં પડ્યા અને 141નાં મોત થયાં છે. દુર્ઘટના સર્જાઈ ત્યારથી અત્યાર સુધીમાં હજુ પણ ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે.
 
રવિવારની એ સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો લોકોને ભરખી ગઈ. કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો અને ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસ થઈ ગઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં તો 500થી વધુ લોકોને મોત દેખાયું અને ટપોટપ નદીમાં પડવા લાગ્યા. જુઓ સીસીટીવીમાં કે રવિવારે સાંજે 6.32 વાગે પૂલ ટૂટ્યો અને 500થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા. અત્યારે હાલ મૃત્યુઆંક 140 એ પહોંચ્યો છે, જ્યારે ઘણાં લોકો ગુમ છે.
 
 
બ્રિજ બન્યા બાદ તેનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા ઓરેવાના માલિક જયસુખભાઈ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતાં. પરંતુ આ દુર્ઘટના બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં જયસુખભાઈ કે તેમની કંપનીનું નામ શુદ્ધાં લખવામાં આવ્યું નથી. ઝૂલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે હતી અને ગ્રુપના MDએ પુલને ખુલ્લો મુક્યો હતો. ઓરેવા ગ્રુપના જયસુખ ઓધવજી પટેલ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માગ થઇ રહી છે. કારણ કે, નગરપાલિકા કે વહિવટી તંત્ર પાસેથી કોઇ પણ NoC સર્ટિફીકેટ લીધા વગર જ ઓરેવા કંપનીએ આ પુલને ખુલ્લો મુકી દીધો હતો.વીકેન્ડને એન્જોય કરવા માટે ખરીદેલી 17 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ સાબિત થઈ છે. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાયમાંમાં ઝૂલતા પુલની કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વહેંચીને અનેકની જિંદગી છીનવી લીધી છે. આખરે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ તેમાં પણ મોટો વિવાદ છે. પોલીસ ફરિયાદમાં પુલનું મેઈન્ટેનેન્સ કરનાર એજન્સી સામે 304,308 અને 114ની કલમ લગાડી ગુનો નોંધાયો છે. પરંતુ ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ લખાયું નથી. બીજી તરફ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો નથી.મોરબી ખાતે રવિવારે સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 પર પહોંચી ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર