વડાપ્રધાન મોદીનો ગુજરાતની જનતાને ખુલ્લો પત્ર

મંગળવાર, 7 નવેમ્બર 2017 (18:12 IST)
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતને ધમરોળી રહ્યાં છે તો બીજી બાજુ ભાજપની આખી ફોજ મેદાનમાં છે. એક તરફ ત્રણ યુવાનોની ટ્રીપુટી ભાજપને હંફાવી રહી છે. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ ખુદ કારડિયા રાજપૂત સમાજના નિશાન પર છે. ત્યારે મોદી કોઈ પણ ભોગે આ ચૂંટણી જીતવા માગે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હવે ચલો ઘર ચલે હમ જેવી પંક્તિ હેઠળ લોકોને ઘરે ઘરે જઈને ભાજપની વિકાસ ગાથા ગાઈ રહ્યાં છે. ત્યારે મોદી દ્વારા ફરીએક વાર પ્રચાર કરવાનો એક નવો નુસખો શોધી કાઢ્યો છે. 
 મોદી પોતાના પક્ષને મજબૂત કરવા તમામ પ્રયાસ કરી રહ્યાં છે. આજે ગુજરાતના ઘરઘરમાં તેમનો આ પત્ર પહોંચતો કરવામાં આવ્યો છે. જેમાં તેમણે સીધા 
 
ગુજરાતીઓને પોતાના પક્ષને શા માટે મત આપવો જોઇએ તેના મુદ્દા આગળ કર્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર