મિનિ કુંભમેળાનાં પ્રારંભ પહેલાં જ લૂંટના ઈરાદે રશિયન યુવતીઓ પર ઘાતકી હુમલો કરાયો

સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (12:30 IST)
ભારતમાં અતિથિ દેવો ભવની ભાવનામાં માનતો દેશ છે. હાલ કુંભ મેળાને કારણે ભારતમાં અનેક વિદેશી પ્રવાસીઓ આવેલા છે. ત્યારે પારકા દેશમાં ફરવા આવતા વિદેશીઓને આપણા દેશમાં ફરવા આવતા વિદેશીઓને ક્યારેક એવા કડકા અનુભવ થતા હોય છે. અનેક વિદેશીઓ સાથે લૂંટનો બનાવ બનતો હોય છેજૂનાગઢમાં એક તરફ શિવરાત્રીના મીની કુંભ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ગિરનાર પર્વત પર 2 રશિયન મહિલાઓ પર ઘાતકી હુમલો કરી લૂંટનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મેળાની તૈયારી વચ્ચે આ પ્રકારની ઘટના બનલા સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.ઘટનામાં ઘાયલ થયેલી એક વિદેશી યુવતીને જૂનાગઢ પોલીસે હાલ સારવાર અપાવી રાજકોટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. ઘટનાની વિગત અનુસાર સોમવારે 2 રશિયન મહિલા જૂનાગઢ ફરવા માટે આવી હતી. ત્યારે ગીરનાર પર્વત પર ચડતા સમયે ત્રણેક જેટલા ઈસમોએ મહિલાનું બેગ છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાઓ પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં એક મહિલાને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેને બુમાબુમ કરતાં લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.  બંને યુવતીઓએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી. બંને મહિલાઓએ પોલીસને આપેલા નિવેદનમાં ત્રણ હુમલાખોરો પૈકી એક શખ્સે કાળો અને બીજાએ લાલ રંગનો શર્ટ પહેર્યો હોવાનું જણાવ્યું હતું.  હાલ પોલીસે મહિલાઓના નિવેદનનાં આધારે તપાસ શરૂ કરી છે. આ સાથે જ પોલીસે ઘાયલ મહિલાને સારવાર અપાવી રાજકોટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર