હવામાન વિભાગ માવઠાની આગાહી કરી

બુધવાર, 22 નવેમ્બર 2023 (08:26 IST)
હાલમાં રાજ્યમાં શિયાળાની મૌસમ ધીમે ધીમે જામી રહી છે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે.

તેમાં હવામાન વિભાગ દ્વારા ડરામણી આગાહી કરવામા આવી છે. રાજ્યના ગુલાબી ઠંડીના પગલે હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવે અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. તેવામાં માવઠા અંગે હવામાન શાસ્ત્રીઓએ માવઠાની આગાહી કરી છે.
 
જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર