રાજ્યમાં ઠંડીનો ચમકારો, 13 ડિગ્રીએ ગગડ્યો પારો- ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડીની થઈ શરૂઆત થઈ ગઈ છે. બનાસકાંઠાના ડીસામાં ગઈ કાલે 16 ડિગ્રી તો આજે 17 ડિગ્રી નોંધાયું તાપમાન. હવામાન વિભાગે કહ્યું- હજુ ઠંડી વધશે. આ વધુ વચ્ચે એક મોટી આફત સાથે આવી રહી છે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે.
રાજ્યના 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ વરસાદને લઈને કોઈ શકયતા નથી.