હવામાન વિભાગે 20 અને 21 એપ્રિલે કમોસમી વરસાદની કરી આગાહી

બુધવાર, 20 એપ્રિલ 2022 (00:08 IST)
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, વડોદરામાં થન્ડર સ્ટોર્મની આગાહી હવામાન વિભાગે ઉપરોક્ત જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે ત્યારે સાબરકાંઠાના કલેક્ટરે ખેડૂતોને સાવચેત કર્યા છે અને ખુલ્લી જગ્યામાં મુકેલા પાકને સલામત સ્થળે ખસેડવા સૂચન જારી કર્યું છે.કલેક્ટરે જાહેરનામુ બહાર પાડીને APMC અને સબસેન્ટરમાં માલને વ્યવસ્થિત જગ્યાએ રાખવા સૂચના આપી છે. આ કમોસમી વરસાદથી હાલમાં જ પિયત કરેલા ઉનાળુ પાકને નુકસાન થઇ શકે છે 
 
 હવામાન વિભાગે આજે ખુશીના સમાચાર આપ્યા રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે, ચોમાસાની શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા પણ તેમણે સેવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સમો સૂતરો રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. એપ્રિલ મહિનાથી હવામાનમાં પલટો આવશે જે 17 મે સુધી ચાલશે. પ્રિ મોનસૂન પ્રક્રિયા વહેલી શરૂ થશે, ચોમાસુ વહેલુ શરૂ થશે તેમજ આ વખતે 25 મે થી 8 જૂન વચ્ચે વરસાદ પણ સારો રહેશે. અંબાલાલની આ આગાહીથી ખેડૂતોને હાશકારો થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર