જાણિતા હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે હવે ધીમે-ધીમે ગરમી જોર પકડશે એને ફેબ્રુઆરીના અંત સુધીમાં લઘુત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની એકદમ નજીક પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે.19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે.