મહેસાણાના ઊંઝા નજીક સામુહિક દુષ્કર્મની ઘટના પ્રકાશિતમાં આવી છે. જેમાં એક મૂક બધિર મહિલાને ચાર શખ્સો માર મારી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વાતની જાણ જ્યારે મહિલાના 5 વર્ષના બાળકને થતાં તેણે સમગ્ર ઘટના ફુગ્ગા વેચતા પિતાને કરી હતી. જેથી મહિલાનો પતિ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 4 શખ્સો મહિલાના પતિને જોઈ જતાં તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.