દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયા સુરત પહોંચ્યા, AAP માં જોડાઇ શકે છે ઘણા પાટીદાર બિઝનેસમેન

રવિવાર, 27 જૂન 2021 (13:49 IST)
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા રવિવારે ગુજરાતના સુરતના પ્રવાસે છે. સુરતમાં છે.  મનીષ સીસોદીયા (manish sisodia) વહેલી સવારે સુરત પહોંચી ચૂક્યા છે. જ્યા તેઓ આજે સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. ઉદ્યોગપતિ મહેશ સવાણીના ઘરે તેઓ બપોરનું ભોજન લેશે. લગભગ 12 વાગે પત્રકારો સાથે વાતચીત કરશે.
માનવામાં આવી રહ્યું છે કે મનીષ સિસોદિયા સુરતમાં કેટલાક પાટીદાર બિઝનેસમેનને આમ આદમી પાર્ટીમાં જોઇન કરવા માટે આવી રહ્યા છે. જોકે અત્યાર સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 
બે દિવસ પહેલાં જ મનીષ સિસોદીયાએ સુરતના પ્રવાસની જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી અને પછી ચાર કલાક બાદ ટ્વીટ કર્યું હતું કે તબિયત ઠીક ન હોવાથી તે આવી શકશે નહી. માનવામાં આવી રહ્યું હતું કે જે મોટા પાટીદાર બિઝનેસમેન આમ આદમી પાર્ટી જોઇન કરવાના હતા, તે પોતાની વાત પરથી ફરી ગયા હતા, ત્યારબાદ અચાનક જ મનીષ સિસોદિયાએ પોતાનો પ્રવાસ રદ કર્યો હતો. સિસોદિયા ફરી એકવાર આજે સુરતના પ્રવાસે છે. 
 
આમ આદમી પાર્ટી અત્યાર સુધી ગુજરાતમાં 2022 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઇ છે. તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા અને સ્થાનિક પત્રકાર ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટી જોઇન કરાવી હતી. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 27 કોર્પોરેટરો સાથે શાનદાર શરૂઆત કરી છે. મનીષ સિસોદિયા હવે જ્યારે સુરતના પ્રવાસ પર છે તો બધાની નજર આ વાત પર ટકેલી છે સુરતમાં પાટીદાર સમાજ સાથે આમ આદમી પાર્ટીમાં કોણ કોણ જોડાઇ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર