દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ શિશોદયા સુરતની મુલાકાતે.. સુરતના કેટલાક સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાશે

બુધવાર, 23 જૂન 2021 (19:21 IST)
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રીની સુરત મુલાકાતે  રાજકારણમાં  ગરમાવો લાવી દીધો છે. સવારે સાત વાગ્યે મનીષ સિસોદિયા સુરત એરપોર્ટ ઉપર પહોંચશે ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે જશે. શહેરના કાઉન્સિલરો સાથે બેઠક કરશે ત્યાર બાદ સુરતની જીવનભારતી શાળા ખાતે સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધશે. 
 
 મનીષ સિસોદયા  સુરત પ્રવાસને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાએ જોર પકડયું છે. મનીષ સિસોદિયાના અધ્યક્ષતામાં સુરતના કેટલાક જાણીતા ચહેરાઓ આપનો ખેશ  પહેરશે. સોશિયલ મીડિયા ઉપર સુરત શહેરના રાજકારણમાં નવાજૂનીના એંધાણની પોસ્ટ મૂકી રહ્યા છે. કોણ કોણ આપ માં જોડાશે તેને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. 
 
 મનીષ સિસોદિયા ના આગમન પહેલા આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાના માધ્યમથી શહેરના રાજકારણમાં ઉથલપાથલ થવાનો માહોલ બનાવી દીધો છે. સુરત શહેરના પાટીદાર સમાજ પૈકી કોણ  જોડાય  છે  તેના  પર  સૌ કોઈની  નજર  છે. ભાજપ પણ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ થઈ રહી છે તેનો પણ અભ્યાસ કરી રહી છે. સુરત શહેરમાં ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો સિલસિલો છેલ્લાં ઘણા સમયથી જોવા મળી રહ્યો છે તેવા સમયે ભાજપ માંથી બીજો કોઈ રાજકીય  નેતા કે  પાટીદાર સમાજમાંથી કોઈ કદાવર વ્યક્તિ આપમાં જોડાયા છે કે કેમ તેના પર નજર રાખી રહ્યું છે.મનીષ  સીસોદીયાની  સુરત મુલાકાત પહેલા અનેક  અટકળોએ  જોર  પકડ્યું  છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર