મોઢા-નાક વચ્ચે તાળવા વિના જન્મેલા મહારાષ્ટ્રના દોઢ વર્ષીય બાળકની સિવિલમાં સફળ સર્જરી કરાઈ

સોમવાર, 2 ઑગસ્ટ 2021 (08:38 IST)
તાળવા વિના જન્મેલા દોઢ વર્ષના બાળકના તાળવાની સિવિલમાં સફળ સર્જરી કરાઈ છે. જન્મથી જ આ બાળકને મોઢા અને નાકની વચ્ચે તાળવું ન હોવાના કારણે ખોરાક પણ નાંકમાંથી બહાર આવી જતો હતો. બાળકની આ સ્થિતિને જોતા તેના પિતાએ બાળકને ન સ્વીકારતા માતા પિયરમાં રહેવા જતી રહી હતી. જ્યાં કોઈએ સુરત સિવિલમાં બતાવવાનું કહેતા તે બાળકને મહારાષ્ટ્રના અહેમદનગરથી સુરત લઈ આ‌વી હતી. મહારાષ્ટ્રના અહેમદનગર પાંગરમલ ખાતે રહેતા સોનાલી ઘોઘે નાસિક મેડિકલ કોલેજમાં 21 મહિના પહેલા તાળવા વિનાના પુત્રને જન્મ આપ્યો હતો. એ સાથે જ બાળખને જમણા પગમાં ખોડ ખાપણ પણ હતી. જન્મજાત ખામી સાથે જન્મેલા બાળકને પિતા સ્વીકારવા તૈયાર ન હતા જેથી સોનાલી પિયરમાં જતી રહી હતી. ત્યાં કોઈએ સુરત સિવિલમાં સેવા આપતા સેવભાવી રાજેન્દ્ર ગૌતમને મળવા કહેતા સોનાલીબેન તેમને મળ્યા હતા.આર્થો વિભાગમાં બાળકના પગની ખોડ દૂર કરવા માટે પ્લાસ્ટર દ્વારા સારવાર કરાઈ હતી. એ સાથે જ તાળવાની સારવાર પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં શરૂ કરાઈ હતી. બે દિવસ પહેલા સિવિલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો.નિશા કાલરા અને ડો. મિત્તલ સહિતની ટીમે દોઢ કલાકની સર્જરી બાદ બાળકના તાળવાના સ્નાયુઓને જોડવાની સર્જરી કરી હતી જે સફળ રહી હતી. બાળકની સર્જરી માટે છાંયડોના ભરતભાઈ શાહ પણ પરિવારને મદદરૂપ થયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર