પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ કાંસ્ય પદક જીતીને ભારતના ખોડામાં નાખ્યો ત્રીજો પદક

રવિવાર, 1 ઑગસ્ટ 2021 (19:45 IST)
ટોક્યો ઓલંપિક રમતોમાં ભારતીય શટલર પીવી સિંધુએ ઈતિહાસ રચી લીધુ છે. સિંધુએ બ્રાંઝ મેડલ માટે રમેલા મુકાબલામાં ચીનની જ બિંગ જિયાઓને સીધા સેટમાં 21-13, 21-15 મ્હાત આપી. સિંધુએ ચીનજ્ના 
ખેલાડીની સામે પ્રથમ સેટ સરળતાથી જીત્યો. પણ બીજા સેટમાં તેણે જીતવા માટે મહેનત કરવી પડી. આ જીતમી સાથે જ સિંધુ ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. જેને સતત બે ઓલંપિક રમતોમાં દેશ 
માટે પદજ જીત્યો છે. 
 
પહેલવાન સુશીલ કુમાર બીજિંગ 2008 રમતોમાં બ્રાંઝ અને લંડન 2012 રમતોમાં સિલ્વર પદક જીતીને ઓલંપિકમાં બે વ્યકતિગત પદક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. સિંધુએ તેનાથી પહેલા બ્રાઝીલના શહેર રિયોમાં થયેલ ઓલંપિક રમતોમાં સિલ્વર મેડલ મેળ્વ્યો હતો. પણ તે ગોલ્ડ લાવવાથી માત્ર એક ડગલા દૂર રહી ગઈ હતી. ત્યારે તેણે ફાઈનલમાં સ્પેનની કેરોલિના મારિનના હારનો સામનો કરવો પડ્યો. ગયા ઓલંપિકમાં ભારતીય દલએ માત્ર બે મેડલ જ મેળ્વ્યા હતા. તેમાં સિંધુ સિવાય કુશ્તીમાં સાક્ષી મલિકએ બ્રાંઝ મેડલ પર કબ્જો મેળ્વ્યો હતો. 
 
સિંધુ સિવાય ટોક્યોમાં અત્યાર સુધી વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂ અને મહિલા બૉક્સર લવલીના બોરગોહેનનએ જ પદક પર મોહર લગાવી છે. મીરાબાઈ મહિલાઓની વેટલિફ્ટિંગમા 49 કિલોગ્રામ ભાર વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેના માટે તેણે 202 કિલોનો ભાર ઉપાડ્યા જ્યારે લવલીનાએ મહિલાઓની 69 કિગ્રા વર્ગના કર્વાટર ફાઈનલમાં ચીની તાઈપેની નિએન ચિન ચેનને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી 
લીધુ અને આ ઓલંપિકમાં દેશ માટે બીજો પદક પાકુ કર્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર