ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બન્યા પછી 1 અઠવાડિયામાં બીજો કિસ્સો, મુસ્લિક યુવકે પાટીદાર યુવતી સાથે કર્યા નિકાહ

શુક્રવાર, 25 જૂન 2021 (11:04 IST)
ગુજરાત પોલીસે વડોદરા શહેરમાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા સંશોધન કાનૂન (Gujarat Freedom of Religion Amendment Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે યુવક પર આરોપ છે કે તેણે લગ્ન પછી પોતાની પત્નીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરી. આ મામલે પોલીસે 25 વર્ષના એક યુવક અને બે અન્ય લોકોને બળજબરીપૂર્વક ધર્માંતરણ અને ઘરેલૂ હિંસાના મામલે ધરપકડ કરી છે. 
 
આ કિસ્સો વડોદરા શહેરનો છે.જ્યાં ફતેહગંજ પોલીસે 15 જૂનના રોજ ગુજરાતના ગુજરાત ધર્મ સ્વતંત્રતા સંશોધન કાનૂન અધિનિયમ 2021 હેઠળ મોહિબ પઠાન, તેના ભાઇ મોહસિન અને પિતા ઇમ્તિહાઝ પઠાણની ધરપકડ કરી છે. તમને જણાવી દઇએ કે વિવાદોમાં ઘેરાયેલા આ કાયદા હેઠળ દોષી સાબિત થાય તો ત્રણથી પાંચ વર્ષની જેલની જોગવાઇ છે. જો પીડિત એસટી, એસસી સમુદાયમાંથી છે તો આ સજા 7 વર્ષ સુધીની હોઇ શકે છે. 
 
એસીપી પર્શ ભેસાણીયાએ મીડિયાને જણાવ્યું હતું કે ત્રણેય આરોપી પર ઘરેલૂ હિંસા, સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એસીપીએ કહ્યું કે મોહિબની પત્ની હિંદુ છે અને તેણે બુધવારે એક ફરિયાદ નોંધાવી હતી, જેના હેઠળ તેના પતિએ તેને ખોટો વાયદો કર્યો હતો કે લગ્ન પછી ઇસ્લામ કબૂલ નહી કરાવે. 
 
ભેસાણિયાએ કહ્યું કે ગત વર્ષે લગ્ન બાદ તાત્કાલિક મોહિબ અને તેના પરિવારજનોએ તેને ધર્માંતરણ અને નામ બદલવા માટે દબાણ શરૂ કર્યું હતું. પીડિતાએ જણાવ્યું કે મોહિબ તેને અપ્રાકૃતિક રીતે યૌન સંબંધ બનાવવા માટે કહેતો હતો અને એવું ન કરતાં તેની સાથે મારઝૂડ કરતો હતો. 
 
પોલીસે અધિકારીએ જણાવ્યું કે મહિલાએ મોહિબના ભાઇ પર પરેશાન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેના સસરાએ ત્રણ મહિના પહેલાં પ્રસવ માટે અપિસ આપવાની ના પાડી દીધી હતી. સાથે જ પોતાના માતા પિતા પાસેથી પૈસા લેવા માટે કહ્યું હતું. તમને જણાવી દઇએ કે ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો લાગૂ થઇ ચૂક્યો છે. એવામાં ગુજરાતના વડોદરા શહેરમાં ગત એક અઠવાડિયામાં ધર્માંતરણ કાયદા હેઠળ આ પ્રકારની આ બીજી ફરિયાદ નોંધાઇ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર