સોશિયલ મીડિયા પર લોકડાઉન અફવા ફેલાવનાર વિરૂદ્ધ કેસ દાખલ

ગુરુવાર, 18 માર્ચ 2021 (10:11 IST)
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા માટે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ સાઇબર ક્રાઇમનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી આહિર ફરિયાદી બન્યા છે. તેમના અનુસાર 16 માર્ચના રોજ સોશિયલ મીડિયા પર સુરત પોલીસના લોગોનો દુરઉપયોગ કરી ડિજિટલ લેટર પેડ પર અફવા ફેલાવવામાં આવી હતી. 
 
તેમાં લખ્યું હતું કે શહેરમાં કોવિડ 19 ના લીધે જલદી જ લોકડાઉન લાદવાની સંભાવના છે. એટલા માતે લોકો સતર્ક રહે. ક્યારે પણ સરકાર આદેશ જાહેર કરી શકે છે. તેના પર સ્પેશિયલ પોલીસ કમિશ્નર ડોક્ટર પીએસ પટેલના હસ્તાક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની જાણકારી સાઇબર ક્રાઇમ પોલીસને થઇ તો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અફવા ફેલાવનારની શોધખોળ ચાલી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર