ઘૂંટણિયેથી ફાટેલી જીન્સ પહેરીને શુ મેસેજ આપી રહી છે છોકરીઓ ?

બુધવાર, 17 માર્ચ 2021 (16:44 IST)
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત સતત ચર્ચામાં છે. પહેલા અચાનક મુખ્યમંત્રી બનવા પર ચર્ચામાં રહ્યા તો હવે તીરથ સિંહ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હવે નિવેદન આપ્યુ છે કે આજકાલ મહિલાઓ ફાટેલી જીંસ પહેરીને ચાલી રહી છે.  શુ આ બધુ યોગ્ય છે... આ કેવા સંસ્કાર છે. 
 
ઉલ્લેખનીય છે કે બાલ અધિકાર સંરક્ષણ આયોગની એક કાર્યશાળાના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ઉદ્દઘાટન કર્યુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે બાળકોમાં કેવા સંસ્કાર આવે છે એ માતાપિતા પર નિર્ભર કરે છે.  
 
આ દરમિયાન તેમણે એક ઘટના સંભળાવી, મુખ્યમંત્રીએ કહ્યુ - જયારે તેઓ જહાજથી એક વાર ઉડાન ભરી રહ્યા હતા ત્યારે તેમણે જોયુ કે એક મહિલા પોતાના બે બાળકોની સાથે એકદમ નિકટ બેઠી તઈ. તે ફાટેલી જીન્સ પહેરીને બેસી હતી. મે તેમને પુછ્યુ કે બહેનજી ક્યા જવુ છે તો મહિલાએ જવાબ આપ્યો કે તેમને દિલ્હી જવાનુ છે અને તેમના પતિ જેએનયૂમાં પ્રોફેસર છે અને તે ખુદ એનજીઓ ચલાવતી હતી. 
 
મુખ્યમંત્રી તીરથ સિંહે આગળ જણાવ્યુ કે મે વિચાર્યુ કે જે મહિલા ખુદ એનજીઓ ચલાવે છે અને ફાટેલી જીંસ પહેરી હોય તો તે સમાજમાં શુ સંસ્કૃતિ ફેલાવતી હશે.  જ્યારે અમે શાળામાં ભણતા હતા તો આવુ નહોતુ. 
 
પશ્ચિમી સભ્યતા ની તરફ વધી રહેલ યુવા 
 
અહી પોતાના સંબોધનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યુ કે યુવાઓમાં નશાની પ્રવત્તિ વધતી જઈ રહી છે. નશા સહિત તમામ વિકૃતિઓથી બાળકોને બચાવવા માટે તેમને સંસ્કારવાન બનાવવા પડશે. સાથે જ આપણે પશ્ચિમી સભ્યતાથી પ્રભાવિત ન થવુ જોઈએ. તેમણે કહ્યુ કે સંસ્કારી બાળકો જીવનના કોઈપણ ક્ષેત્રમાં નિષ્ફળ થતા નથી.
 
તીરથ સિંહ રાવત બોલ્યા કે ચિંતાજનક વાત એ છેકે આપણા દેશના યુવા પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા છે.  મુખ્યમંત્રીએ કહ્યુ કે નશા મુક્તિ માટે ચલાવવામાં આવી રહેલ અભિયાનમાં ફક્ત સરકારી પ્રયાસ જ પર્યાપ્ત નથી થઈ શકતા આ માટે સામાજીક સંગઠનો. સંસ્થાનો અને સમાજના ગણમાન્ય લોકોએ પણ આગળ આવવુ પડશે. 
 
ઉલ્લેખનીય છેકે આ પહેલા તીરથ સિંહ રાવતે એક નિવેદન આપ્યુ હતુ, જેમા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના ભગવાન રામ સાથે કરી હતી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર