સ્થાનિક સ્વરાજની ચૂંટણી: મતદાન પહેલાં વિવાદ, તો ક્યાં EVM ખોટવાયા, જાણો કેટલું થયું મતદાન

રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (10:07 IST)
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મતદારો વહેલી સવારથી જ મતદાન માટે ઉમટી પડ્યા ત્યારે ઘણી જગ્યાએ ઇવીએમ ખોટવાયા હતા. મતદાનની શરૂઆતમાં જ વિવાદ
 સામે આવ્યો છે. પાલડી વોર્ડના ભાજપ ઉમેદવારની વર્તણુંક સામે પ્રશ્નાર્થ
 ઉભો થયો છે. પ્રીતિષ મહેતાએ મત કુટિરમાં જ ફોટો સેશન કરાવ્યું હતું. મતદાન કરીને કક્ષમાં જ વિકટરી સિમ્બોલ દર્શાવ્યો હતો. 
 
તાજેતરમાં મળતી માહિતી અનુસાર વડોદરાના છાણી વિસ્તારમાં વોર્ડ 1 માં EVM ખોટકાયું હતું. અધિકારીઓએ મશીન રીપેરીંગની કામગીરી શરુ કરી હતી. પ્રથમ મત આપવા આવેલા સ્થાયી સમિતીના પૂર્વ અધ્યક્ષ મત આપી શક્યા નહીં. 25 મિનિટ બાદ મશીન શરૂ થયા બાદ ફરી મતદાન શરુ થયું હતું.
 
સુરતની કેન્દ્રીય વિદ્યાલય ખાતે 7 નંબર ના બુથ માં ઇવીએમ ખોટકાયું હતું, જો કે, અધિકારીઓ તુરંત રિપેર કરી ફરી મતદાન શરૂ કરાવ્યું હતું.
 
પ્રથમ બે કલાકમાં 6 કોર્પોરેશનમાં 1.53 ટકા થયું મતદાન છે. સૌથી વધુ મતદાન 4.1 ટકા રાજકોટ માં નોંધાયું છે. સૌથી ઓછું મતદાન અમદાવાદ શહેર 0.16 ટકા નોંધાયું છે. અમદાવાદમાં સૌથી વધુ મતદાન વાસણા વોર્ડમાં 3 ટકા થયું છે. સૌથી ઓછું મતદાન અમદાવાદના ગોતા વોર્ડમાં 0.00% થયું છે. 
 
ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે પ્રથમ 2 કલાક ની મતદાન ની ટકાવારી
રાજકોટ 4.1
 
ભાવનગર 3.52
 
જામનગર 3.24
 
વડોદરા 2.99
 
સુરત 0.92
 
અમદાવાદ 0.16

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર