ગુજરાતની છ મહાનગરપાલિકાની 575 બેઠકો માટે ચૂંટણી લડી રહેલા 2276 ઉમેદવારોનું ભાવિ સીલ કરવા માટે છ મહાનગરપાલિકાઓના 1,14,66,973 મતદારો મતદાન કરશે. તેમાં 60,060,435 પુરૂષ મતદાતાઓ અને 54,06,538 સ્ત્રી મતદાતાઓ મતદાન કરશે. અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 191 બેઠકો માટે મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત તૈયાર કરી દેવામાં આવ્યો છે.
- કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા છે. રાજ્યના ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે જણાવ્યું હતું કે, કોવિડ પોઝિટિવ દર્દીઓ (covid positive) પણ પી.પી.ઇ. કીટ પહેરીને સાંજે 5 થી 6 વચ્ચે મતદાન કરી શકશે.