કોરોનાથી પણ વધુ ઘાતક ટીબી, રાજ્યમાં દરરોજ 20 અને દર મહિને 1000 નવા દર્દી

બુધવાર, 10 માર્ચ 2021 (23:46 IST)
કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. પરંતુ મોતનો આંકડો 42 દિવસથી કંટ્રોલમાં છે. જ્યારે ટીબીની બિમારીથી રોજ લોકો જીવ ગુમાવે છે. રાજ્યભરમાં દરરોજ ટીબીથી દરરોજ 20 લોકોના મોત થાય છે. સુરતની વાત કરીએ તો અહીં દરરોજ ટીબીના કારણે 4 લોકોના મોત થાય છે. 
 
અત્યારે સુરતમાં ટીબીના 5282 એક્ટિવ દર્દી છે. દર મહિને 1000 નવા દર્દી સામે આવી રહ્યા છે. ટીવી સારવાર સંભવ છે તેમછતાં આ મહામારી મોટી સંખ્યામાં લોકોના જીવ જઇ રહ્યા છે. કહેવામાં તો રાજ્ય સરકાર ટીબીની સારવાર માટે ઘણા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, પરંતુ મોત પર લગામ શકી નથી. 
 
કોરોના કારણે 65 ટકા દર્દીઓની તપાસ થઇ રહી નથી, નહી તો આ આંકડો વધુ થઇ શકે છે. તપાસ ન થતાં ટીબીના દર્દીઓને ડિટેક્શન થઇ શક્યા નથી. તેના લીધે મોતનો રિયાલ ફેક્ટ તૈયાર થઇ શક્યો નથી. કોરોનાકાળમાં જે દર્દીઓના ટીબીના લીધે મોત થયા છે તેમની તપાસ પણ થઇ શકી નથી. ડોક્ટર ટીબીથી થઇ રહેલા મોતનું સૌથી મોટું કારણ બેદરકારી છે.   
 
સિવિલ હોસ્પિટલમાં ટીબી એન્ડ ચેસ્ટ વિભાગના ડોક્ટરોને એક સર્વેમાં જાણવા મળ્યું કે કોરોનાકાળમાં થયેલા લોકડાઉનથી કોરોનાનો ડર, ટ્રાંસપોર્ટેશન, બેરોજગારી, માઇગ્રેશન, હોસ્પિટલ પહોંચવા માટે પરમિશન જેવા કારણોના લીધે ટીબીના દર્દીઓની સમસ્યા થઇ છે. ડોક્ટરોએ શહેરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યાના પાંચ મહિના અને ત્યારબાદ થયેલા લોકડાઉનમા6 પાંચ મહિના સર્વે કર્યો, જેમાં ટીબીના દર્દીઓને સમસ્યા થઇ છે. સિવિલ હોસ્પિટલના ટીબી ચેસ્ટ વિભાગની આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ભૂમિકા પટેલે જણાવ્યું કે અમે રિસર્ચમાં જાણ્યું કે દર્દીઓને સારવા અને ડિટેક્શનમાં ખૂબ સમસ્યા થાય છે. 
 
ડોક્ટરોના અનુસાર લોહીવાળા કફ સાથે લાંબા સમય સુધી ખાંસી, તાવ રાત્રે પરસેવો થવો અને વજન ઘટવું ટીબીના લક્ષણ છે. ફેફસાંમા6 40થી 50 ટકા ઇન્વોલ્મેંટ થતાં ઓક્સીઝનની જરૂર પડે છે. રાષ્ટ્રીય આંકડા અનુસાર દેશમાં ટીબીના 100 દર્દીઓમાંથી 5ના મોત થઇ જાય છે. 
 
સારવાર ન મળતાં 50 ટકા દર્દીઓના મોત નિશ્વિત છે. ટીબીની સારવાર ચાલે છે. દરરોજ એકપણ દિવસની દવા ચૂક્યા વિના લેવી પડે છે. ડોક્ટરે જણાવ્યું હતું કે જો એક દિવસ પણ દવા ન ખાધી તો ફરીથી સારવાર શરૂ કરવી પડે છે. ઉદાહરણ તરીકે માની લો કોઇ વ્યક્તિએ કારણસર તેને એક દિવસ દવા ન લીધી તો તેને ફરીથી 12 મહિનાની દવા ફરીથી શરૂ કરવી પડે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર