ભાજપના નેતા દિલીપ સાંઘાણીએ કહ્યું સિંગતેલના ભાવ એકદમ ઓછા છે હજુ વધવા જોઈએ

શનિવાર, 7 માર્ચ 2020 (11:48 IST)
રાજકોટમાં એક જ દિવસમાં સીંગતેલમાં રૂ. 40નો ઉછાળો આવ્યો છે. ભાવ વધ્યા બાદ સીંગતેલનો ડબ્બાનો ભાવ રૂ. 2070 થયો હતો અને 2100ની સપાટીએ પહોંચવામાં માત્ર રૂ. 30 નું જ છેટું રહ્યું છે. સીંગતેલના ભાવમાં આઠ દિવસમાં રૂ. 80 વધ્યા છે અને ભાવ ભડકે બળી રહ્યા છે. આમ છતાં નાફેડના બોર્ડ મેમ્બર દિલીપ સંઘાણી કહે છે કે સીંગતેલના ભાવ તો હજુ ઓછા છે, ભાવવધારો થવો જોઈએ. લોકો શું કામને સીંગતેલની પાછળ પડી ગયા છે. જો સીંગતેલ ખાવું હોય તો મોંઘું ખાવું પડે અને અવેજીમાં બીજા તેલ છે જે સસ્તા મળે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જો સીંગતેલના ભાવ વધ્યા છે એ કાંઈ વધારે ના કહેવાય. હજુ ભાવ વધારો થવો જોઈએ. એક વ્યકિતદીઠ આખા વરસમાં એક સીંગતેલનો ડબ્બો જોઇએ. એક મસાલો ખાય તો રૂ. 20 થાય. જો તેલને જીવન જરૂરી ગણાતા હોય તો વ્યસન અને પિકચર જોવામાં એે જીવનજરૂરી નથી. એમાં વ્યકિત એક દિવસનો એક રૂપિયો ના બચાવી શકે. વધુમાં તેઓએ કહ્યુ઼ં હતું કે, નાફેડે જે મગફળી ખરીદી કરી છે તે હજુ ગોડાઉનમાં પડી છે.સરકાર સૂચના આપે કે નાફેડ દરખાસ્ત કરે તો વેચવા કઢાય છે. ગત વરસની એક લાખ ટન અને 6 લાખ ટન ચાલુ વરસની મગફળી નાફેડ પાસે પડી છે. એક બાજુ બજારમાં મગફળી મળતી નથી.ત્યારે નાફેડ મગફળી વેચવા કાઢતી નથી.જેને કારણે ઓઇલ મિલરોમાં પણ રોષ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર