નરેન્દ્ર મોદીને ડુંગળી-લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન બનાવ્યા નથી : સાધ્વી ઋતુંભરા

શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (18:10 IST)
દીદીના હુલામણા નામથી જાણીતા સાધ્વી રૂતંભરાજી દ્વારા ખેડાના મહિસા ગામ ખાતે સંવિદ ગૂરૂકુલ શરૂ કરવામાં આવ્યુ છે. જેના ઉઘ્ઘાટન પ્રસંગે તેઓ મહિસા ગામે આવ્યા હતા. જ્યાં સભાને સંબોધન કરતા સાધ્વીએ આ નિવેદન આપ્યુ હતું. સાધ્વીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ડુંગળી-લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા પરંતુ ભારત દેશને વધુને વધુ ઉન્નત બનાવવા અને રાષ્ટ્ર નિર્માણ માટે વડા પ્રધાન બન્યા છે.  
 
સંવિદ ગુરુકુલના ઉદ્ધઘાટન માટે મુખ્ય અતિથિ તરીકે આવેલા સાધ્વી ઋતુંભરાએ તેના વક્તવ્યમાં જણાવ્યું હતું  કે, ડુંગળી લસણના ભાવ સસ્તા કરાવવાનું કાર્ય વડાપ્રધાન મોદીનું નથી. તેમનું નિર્માણ રાષ્ટ્ર હિતના કાર્ય માટે થયું છે. આપણે એકજુટ થઈ, એક મત થઈ રાષ્ટ્ર નિર્માણ માટે લાગવુ જોઇએ તેવું હું બધાને નિવેદન કરું છું.
 
હાલ સાધ્વી ઋતુભંરા ગુજરાતની મુલાકાતે છે. વડોદરામાં એક કથામાં હાજરી આપવા આવેલ સાધ્વી કેવડિયા કોલોની સહિતની જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. સાધ્વી ઋતુભંરા તેમની વાક્છટા માટે જાણીતા છે. તે પોતાના મંતવ્યો પ્રખર રીતે રજૂ કરે છે ચાહે એ મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશવા દેવાનો મુદ્દો હોય કે અન્ય કોઈ મુદ્દો. જો કે પોતે કટ્ટર હિંદુવાદી છબી ધરાવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસંશક છે.  સાધ્વી ઋતુભંરા હિન્દુ ધર્મને લઈને ખૂબ જ કટ્ટરવાદી વલણ ધરાવે છે. તેમના હિન્દુ ધર્મ વિશેના ભાષણ ઘણા ભડકાઉ હોય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર