કોરોના ને કારણે કાલુપુર રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ નહિ મળે.

શનિવાર, 10 એપ્રિલ 2021 (13:26 IST)
કોરોના વાયરસ નું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને લઇને અનેક પાબંધિઓ મૂકવામાં આવી છે ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર પણ ભીડ ભેગી ના થાય તે માટે  પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે.રેલ્વે સ્ટેશનની અંદર હવે માટે મુસાફર એકલો જ જઈ શકશે.કોરોના ના વધતા સંક્રમણને લઈને લોકો ઓછા એકઠા થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
 
કોરોના ના કેસ વધી રહી રહ્યા છે જેને કારણે અમદાવાદ બહાર જતા લોકોની સંખ્યા વધી છે પરંતુ જ્યારે મુસાફર રેલ્વે દ્વારા બહાર જાય ત્યારે તેની સાથે સ્વજન કે અન્ય વ્યક્તિઓ આવતા હોય છે અને ભીડ ભેગી થતી હોય છે જેથી ભીડ ભેગી ના થાય તે માટે રેલ્વે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.કાલુપુર રેલ્વે સ્ટેશન પર પ્લેટ ફોર્મ ટિકિટ નું વિતરણ બંધ કરવામાં આવ્યું છે.રેલ્વે સ્ટેશન પર પણ મુસાફર સિવાય અન્ય વ્યક્તિઓને પ્રવેશ આપવાનો બંધ કરવામાં આવ્યો છે.અગાઉ પણ કેસ વધતા પ્લેટ ફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી હતી જે બાદ કેસો પર નિયંત્રણ આવતા ટિકિટ વેચાણ શરૂ કરવામાં આવ્યું હતી અને હવે ફરીથી કેસો વધતા ટિકિટ વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર