મહાશિવરાત્રીના મેળા બાદ આવતીકાલથી 5 દિવસ માટે રોપ વે રહેશે બંધ

શુક્રવાર, 5 માર્ચ 2021 (18:28 IST)
ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને શિવરાત્રી મેળો રદ્દ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્‍યો છે. જો કે સાધુ-સંતો દ્વારા ધાર્મિક પરંપરા નિભાવવામાં આવશે. 7 માર્ચે ભવનાથ મંદિર પર ધ્‍વજારોહણ બાદમાં શિવરાત્રીએ રવાડી, શાહી સ્‍નાન અને પૂજન-અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાધુ-સંતો દ્વારા યોજાશે. જેમાં ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે નહી. આ ઉપરાંત પ્રવાસીઓ રોપ વેમાં બેસવા આવે નહીં એટલા માટે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
આવતીકાલથી જૂનાગઢમાં ગિરનાર રોપ વે પાંચ દિવસ માટે બંધ રહેશે. જૂનાગઢ મહાશિવરાત્રી મેળો મોકુફ રહ્યા બાદ ગિરનાર રોપ-વે આવતીકાલથી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આવતીકાલથી 11 માર્ચ સુધી ગીરનાર રોપ-વે યાત્રાળુઓ માટે બંધ રહેશે.
 
તો બીજી તરફ વડોદરા પાસે આવેલ પાવાગઢ ખાતે યાત્રાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે. જેને લઇને સીડી ન ચડી શકનારા દર્શનાર્થીઓ માટે રોપ વેની સગવડ કરવામાં આવી છે. જો કે મેઇન્ટેન્સના પગલે આગામી છ દિવસ રોપ વે બંધ રહેતા દર્શનાર્થીઓએ સીડી મારફતે દર્શન કરવા જવું પડશે. યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે સેવા 6 દિવસ બંધ રહેશે. મેન્ટેનન્સના કારણે 8 થી 13 માર્ચ સુધી રોપ વે બંધ રહેશે. ભક્તોએ પગપાળા પાવગઢ પર્વત ચઢવો પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર